30 ઓક્ટોબર બાદ થયેલી ચોરી અંગે ફરિયાદ નોંધાઇમોરબી : મોરબીના આમરણ નજીક ડાયમંડ નગર પાસે આવેલ જીનિંગ મિલમાંથી અજાણ્યા તસ્કરો જિનના ચરખાની 22 મોટર ચોરી કરી લઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના આમરણ ડાયમંડનગર પાસે આવેલ પુરુષાર્થ જીનિંગ મિલમાં ગત તા.30 ઓક્ટોબર બાદ કોઈપણ સમયે અજાણ્યા તસ્કરો જિનમિલના શેઇડની બારી તોડી રૂપિયા 1.98 લાખની કિંમતની જિનના ચરખામાં લગાડવામાં આવતી 22 મોટર ચોરી કરી લઈ જતા રાજેશભાઇ દયાળજીભાઈ બોડાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમો ફરિયાદ નોંધાવી છે.