લીલાપર રોડ અને મોમ્સ હોટલ પાછળ પોલીસની કાર્યવાહી મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે વિદેશી દારૂના બે અલગ અલગ દરોડામાં લીલાપર રોડ ઉપર રહેણાંકમાંથી 18 બોટલ ઝડપી લીધી હતી જ્યારે બીજા દરોડામાં મોમ્સ હોટલ પાસે માંગરની વાડી વિસ્તારમાંથી વિદેશી દારૂની 4 બોટલ સાથે એક શખ્સને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં પોલીસે લીલાપર રોડ ઉપર જય ભારત નળિયાના કારખાના સામે આરોપી મનહર ગોપાલભાઈ વઢેકિયાના રહેણાંકમાં દરોડો પાડી વિદેશી દારૂની 18 બોટલ કિંમત રૂપિયા 5400 કબ્જે કરી હતી. જો કે, દરોડા દરમીયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો.જ્યારે બીજા દરોડામાં શનાળા રોડ ઉપર મોમ્સ હોટલ પાછળ માંગરની વાડી વિસ્તારમાં દરોડો પાડી આરોપી મનસુખ પરસોતમભાઈ મકવાણા નામના શખ્સને વિદેશી દારૂની 4 બોટલ કિંમત રૂપિયા 1200 સાથે ઝડપી લેતા આરોપીએ દારૂની આ બોટલ આરોપી લાલજી રમેશભાઈ કણઝારીયા પાસેથી મેળવી હોવાનું કબુલતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.