ગત વર્ષની તુલનાએ ધોરણ-10માં 3000થી વધુ વિદ્યાર્થીઓ વધ્યા : 12 સામાન્ય પ્રવાહમાં પણ વિદ્યાર્થીઓ વધ્યા, સાયન્સમાં ઘટયામોરબી : ચાલુ વર્ષમા ધોરણ-10 અને 12 બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી માસાંતે શરૂ થનાર છે ત્યારે મોરબી જિલ્લામાં બોર્ડની પરીક્ષાઓની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. નોંધનીય છે કે, ચાલુ વર્ષે મોરબી જિલ્લામાં બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં 4000 વિદ્યાર્થીઓનો વધારો થવાથી આ વર્ષ ધોરણ-10 અને ધોરણ-12ના કુલ મળી 22,937 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જો કે, ગત વર્ષે મોરબી જિલ્લો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે આવવા છતાં ચાલુ વર્ષમાં ધોરણ-12 સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.આગામી તા.27 ફેબ્રુઆરીથી શરૂ થનાર ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાઓને લઇ મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતાએ શુક્રવારે સ્થળ સંચાલકો સાથે બેઠક યોજી ઝોનલ અધિકારીઓને પરીક્ષા અંગેની જવાબદારી સુપરત કરી હતી. જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતાના જણાવ્યા મુજબ ફેબ્રુઆરી-2025માં મોરબી જિલ્લામાંથી કુલ 22,937 વિદ્યાર્થીઓ માટે પરીક્ષા માટે નોંધાયેલ છે જેમાં ધોરણ-10માં 13829, ધોરણ -12 સામાન્ય પ્રવાહમાં 7320 અને ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં 1788 પરીક્ષા આપશે.નોંધનીય છે કે, ગત વર્ષની તુલનાએ મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ધોરણ-10 અને 12માં 4000થી વધુ વિદ્યાર્થીઓ વધ્યા છે. ખાસ કરીને ધોરણ 10માં ગત વર્ષ 10,693 વિદ્યાર્થીઓ નોંધાયેલ હતા જેમાં આ વર્ષે વધારો થયો છે અને આ વર્ષે કુલ 13829 વિદ્યાર્થીઓ ધોરણ-10ની પરીક્ષા આપનાર છે. એ જ રીતે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ગત વર્ષે 6193 વિદ્યાર્થીઓ નોંધાયેલ હતા જેમાં 1000થી વધુ વિદ્યાર્થીઓ વધતા આ વર્ષે 7320 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બીજી તરફ મોરબી જિલ્લામાં ધોરણ-12 સાયન્સનું સૌથી ઉંચુ પરિણામ આવવા છતાં આ વર્ષે 1788 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. ગત વર્ષમાં મોરબી જિલ્લામાં ધોરણ-12 સાયન્સમાં 1836 વિદ્યાર્થીઓ નોંધાયેલ હતા.વિદ્યાર્થીઓને ભયમુક્ત બની પરીક્ષા આપવા શિક્ષણાધિકારીની અપીલધોરણ-10 અને 12ની પરીક્ષા આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સ્વાભાવિક રીતે જ બોર્ડની પરીક્ષા અપાતા વિદ્યાર્થીઓમાં ચિંતા જોવા મળતી હોય છે, જો કે, મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતાએ જિલ્લાના તમામ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, બોર્ડની પરીક્ષા જિંદગીની છેલ્લી કસોટી નથી, જેથી કોઈપણ વિદ્યાર્થીઓએ જરા પણ નાસીપાસ થયા વગર ભયમુક્ત બની બોર્ડની પરીક્ષા આપવા ઉપર ભાર મુક્યો હતો. વધુમાં શિક્ષણાધિકારીએ આગામી ટૂંક સમયમાં જ છાત્રોને માર્ગદર્શન અને મૂંઝવતા પ્રશ્નો માટે સેમિનાર પણ યોજવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.જિલ્લામાં વિદ્યાર્થીઓની સંખ્યાની તુલનામાર્ચ-2024 ધો.10 - 10693ધો.12 -6193ધો.12 સાયન્સ - 1836કુલ - 18722માર્ચ-2025ધો.10 - 13829 ધો.12 - 7320 ધો.12 સાયન્સ-1788 કુલ- 22,937 મોરબી જિલ્લામાં 18 તજજ્ઞ શિક્ષકો વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશેમોરબી જિલ્લામાં ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષા માટે જિલ્લા શિક્ષણાધિકારીએ 18 તજજ્ઞ શિક્ષકોને વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો અંગે માર્ગદર્શન આપવા મેઈ વિશેષ જવાબદારી સુપરત કરી તમામ શિક્ષકોના વિષય મુજબ મોબાઈલ નંબર જાહેર કર્યા છે. વિદ્યાર્થીઓ પોતાના લગત વિષયો અંગે શિક્ષકો પાસેથી માર્ગદર્શન મેળવી શકશે.જીવાણી જનકભાઈ/ રસાયણ વિજ્ઞાન/ 9712460550રસીલાબેન પટેલ / જીવ વિજ્ઞાન/ 8140750736ગાંભવા સુધીરભાઈ / ભૌતિક વિજ્ઞાન/ 9925650006સિપાઈ ગુલામોહમદ/ સમાજશાસ્ત્ર /8128131093રામાનુજ હાર્દિક / અંગ્રેજી /7698049462કડીવાર ધર્મિષ્ઠાબેન/ હિન્દી / 9428034655નથવાણી હિરેનભાઈ / આંકડાશાસ્ત્ર / 9924112312લાલવાણી સપનાબેન / અર્થશાસ્ત્ર /9913994664પૈજા નિશીથ / ગણિતશાસ્ત્ર / 9979313133મોરડીયા હેતલબેન / ગુજરાતી /9925579530ચીકાણી લતાબેન / મનોવિજ્ઞાન /9687523935બસિયા વિશાલભાઈ /નામનાં મૂળતત્વો / 9979380213ગાંભવા મહેશભાઈ / ગણિત - વિજ્ઞાન /6353040020બરાસરા હિરેનભાઈ / ગણિત - વિજ્ઞાન /9638060242જાદવ પ્રકાશભાઈ / સામાજિક વિજ્ઞાન / 9879784747બાદી મકબુલ / અંગ્રેજી / 9016512573વાઘેલા હમીરભાઈ / હિન્દી /9825779186ભંખોડીયા મુકેશભાઈ / ગુજરાતી /9909065139બોર્ડની પરીક્ષા માટે જિલ્લામાં હેલ્પલાઇન નંબર જાહેર કરાયામોરબી જિલ્લા શિક્ષણાધિકારીએ મોરબી જિલ્લામાં બોર્ડની પરીક્ષાને લઈ જિલ્લા કક્ષાએ હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે જેમાં જિલ્લા કક્ષાએ પી.વી.અંબારીયા મોં.9879784033, બી.એલ.ભાલોડીયા મોં.9428263340 તેમજ એસ.જે.મેરજા મોં.9913052124 ઉપર સંપર્ક કરવા જાહેર કરાયું છે.