મોરબીના ફુલતરિયા પરિવારનું પ્રેરણાદાયી પગલું મોરબી : મોરબીના અંબારામભાઈ લક્ષ્મણભાઈ ફુલતરિયા પરિવારના આંગણે પુત્રીરત્નનું અવતરણ થતા આ પરિવાર દ્વારા જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી સંચાલિત યંગ ઇન્ડિયા ગ્રુપ કોવિડ કેર સેન્ટરને રૂ.21હજારનું અનુદાન આપી પ્રેરણાદાયી પગલું ભરવામાં આવ્યું છે. મોરબીમાં રહેતા વિશાલભાઈ નરભેરામભાઈ ફુલતરિયાના આંગણે પુત્રીરત્નનું અવતરણ થતા આ પરિવાર દ્વારા પુત્રીજન્મની ખુશીમાં જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી કોરોનાના દર્દીઓ માટે સેવા યજ્ઞ ચલાવી રહેલા યંગ ઇન્ડિયા ગ્રુપ કોવિડ કેર સેન્ટરને રૂ.21 હજારનું અનુદાન આપી સમાજને નવો પ્રેરણાદાયી રાહ ચીંધ્યો છે.