ગત વર્ષના બજેટની તુલનાએ જિલ્લા પંચાયતના વર્ષ 2024-25ના બજેટમાં 4.31 કરોડનો વધારોમોરબી : મોરબી જિલ્લા પંચાયતમાં આજે વર્ષ 2024-25નું વાર્ષિક અંદાજપત્ર રજૂ કરાયું હતું. ગત વર્ષના બજેટની તુલનાએ જિલ્લા પંચાયતના વર્ષ 2024-25ના સ્વભંડોળના બજેટમાં 4.31 કરોડના વધારા સાથે 21.68 કરોડનું બજેટ રજૂ થયું હતું જેમાં બાંધકામ, શિક્ષણ, સિંચાઈ સાથે કુદરતી આફતો સામે લડવા મહત્વપૂર્ણ મોટી રકમની જોગવાઈ કરવામાં આવી છે.જો કે આજે બજેટ બેઠક હોવા છતાં મોરબી જિલ્લા પંચાયતના સતાધારી ભાજપના અને કોંગ્રેસના 9 સભ્યો ગેરહાજર રહ્યા હતા.મોરબી જિલ્લા પંચાયતના વહીવટી તંત્ર દ્વારા વર્ષ 2024-25ના તૈયાર કરેલા વાર્ષિક અંદાજપત્રને આજે બજેટ બેઠકમાં રજૂ કરવામાં આવ્યું હતું.વર્ષ 2024-25ના અંદાજપત્રમાં જનરલ તારીજમાં વહીવટીતંત્રએ સ્વભંડોળની 21.68 કરોડની આવક સામે 1.11 કરોડની બંધ સિલ્ક સાથે 20.57 કરોડથી વધુના ખર્ચના અંદાજ સાથે સરકારી પ્રવૃત્તિમાં લોન, પેશગી સહિત ભાગ-2માં 63587 લાખની આવક અને 66129 લાખના ખર્ચના અંદાજ સાથે વર્ષ 2024-25માં જિલ્લા પંચાયત મોરબીનુ આ બેજટનું કદ 21.68 કરોડનું અંદાજવામાં આવ્યું છે.જિલ્લા પંચાયત મોરબીના વર્ષ 2024-25ના સ્વ. ભંડોળના વાર્ષિક અંદાજપત્રમાં પગાર માંડ વેતન સહિતના ખર્ચ માટે 162.70લાખ રૂપિયા, પંચાયત અને વિકાસ માટે 1018.35 લાખ, શિક્ષણ માટે 141.38 લાખ, આયુર્વેદ માટે રૂપિયા 5.10 લાખ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 12.00 લાખ રૂપિયા, આઈસીડીએસ એટલે કે આંગણવાડી સહિતના બાળ કલ્યાણ માટે 15.00 લાખ, ખેતીવાડી માટે 15.20 લાખ, પશુપાલન માટે 5.05 લાખ, સમાજ કલ્યાણ માટે 95 લાખ, કુદરતી આફતો માટે 102 લાજ, સિંચાઈ માટે 52.51લાખ, જાહેર બાંધકામો માટે 366.62 લાખની જોગવાઈ કરવામાં આવી છે.અજણીઓ બજેટ બેઠકમાં મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારધીએ અયોધ્યા ખાતે રામમંદિર નિર્માણ અંગે વડાપ્રધાન મોદી માટે આભાર પ્રસ્તાવ પણ રજૂ કર્યો હતો.જિલ્લામાં રોડ રસ્તાના કામો નબળી ગુણવતાના : વિપક્ષજિલ્લા પંચાયતની બજેટ બેઠકમાં આજે વિપક્ષના સદસ્ય ભુપતભાઇ ગોધાણીએ જિલ્લામાં નીચા ભાવે રોડ રસ્તાના કામો મંજુર થતા હોય યોગ્ય ગુણવતા વાળા રોડના કામ થાય તે માટે નવા ભાવ મંગાવવાની સાથે જિલ્લા પંચાયતમાં અનેક લિફ્ટ બંધ હોવાનું તેમજ ઉપપ્રમુખની ચેમ્બર સામે જ શૌચાલયને તાળાં મારી દેવામાં આવ્યા હોવાની ફરિયાદ સાથે ગત સામાન્ય સભાની બહાલીનો વિરોધ કરી પવનચક્કીનો સર્વે કરવાની વાતને પણ દોહરાવી હતી.નવા ગામ તળ નીમ કરવા ઉપપ્રમુખની માંગજિલ્લા પંચાયતની બજેટ બેઠકમાં મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાલાલ ટમારીયાએ જિલ્લો બન્યા બાદ નવા ગામતળ કેમ નીમ નથી કરવામાં આવ્યા આથી 100 ચો.વાર જગ્યા ફાળવવા માટે ડીડીઓ નવા ગામતળ નીમવા માંગ કરી હતી તેમજ મહેન્દ્રનગર નજીક દબાણ હટાવ્યા બાદ અહીં સ્ટાફ ક્વાટર્સ બનવાના છે તો સાથે પ્રમુખ અને શિક્ષણ અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેનો માટે આવસ નિર્માણ કરવા માંગ કરવામાં આવી હતી.