પોલીસ દારૂના ધંધાર્થીઓ સામે એક્ટિવ મોડમાં, કુલ 26 દરોડા પાડી બુટલેગરો વિરુદ્ધ કાર્યવાહીમોરબી : મોરબી શહેર જિલ્લામાં દેશી - વિદેશી દારૂની બદી સામે પોલીસ એક્ટિવ મોડમાં પગલાં લઈ રહી છે ત્યારે ગઈકાલે એલસીબી ટીમે માળિયા મિયાણામાં દરોડો પાડી વિદેશી દારૂની 207 બોટલ પકડી પાડી હતી. જ્યારે બીજા દરોડામાં એલસીબીએ ટીંબડી પાટિયા પાસેથી 200 લીટર દેશી દારૂ ભરેલી રીક્ષા કબ્જે કરી બે આરોપીઓને પકડી પાડયા હતા.ઉપરાંત તાલુકા પોલીસે પાવડીયારી કેનાલ પાસેથી તેમજ એ ડિવિઝન પોલીસે માર્કેટિંગ યાર્ડ પાસેથી બે શખ્સોને દારૂ સાથે ઝડપી લીધો હતો.મોરબી એલસીબી ટીમે પ્રથમ દરોડામાં માળીયા મિયાણા વાડા વિસ્તારમાં આરોપી સીરાજ કરીમભાઈ સંઘવાણીની બંધ ઓરડીમાં દરોડો પાડી વિદેશી દારૂની 207 બોટલ કિંમત રૂપિયા 2,26,700 કબ્જે કરી હતી.જો કે, આરોપી હાથ લાગ્યો ન હતો. જ્યારે બીજા દરોડામાં ટીંબડી પાટિયા નજીકથી જીજે - 36 - યુ - 4350 નંબરની રીક્ષા અટકાવી તલાશી લેતા આરોપી સલીમ કાદરભાઈ શેખ અને રજીયા અસગરભાઈ સેડાતના કબ્જામાંથી 200 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 40 હજાર મળી આવતા રીક્ષા સહિત એક લાખનો મુદ્દામાલ કબ્જે કરી દારૂના આ ધંધામાં આરોપી હનીફા હુસેનભાઈ સેડાત રહે.વીસીપરા અને દેશી દારૂ આપનાર અજાણ્યા વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.ત્રીજા દરોડામાં તાલુકા પોલીસે સાપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ પાસેથી સ્પાના ધંધાર્થી જીવણ બચુભાઇ ચાવડા રહે.ડ્રિમ સ્પા, મૂળ ગામ હરિપર, માળીયા વાળાને વિદેશી દારૂની એક અડધી બોટલ કિંમત રૂપિયા 650 સાથે ઝડપી લીધો હતો.જ્યારે ચોથા દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે માર્કેટિંગ યાર્ડ પાસેથી આરોપી સિદ્ધરાજસિંહ જયદીપસિંહ જાડેજા રહે.નીતિનનગર, શનાળા વાળાને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 2200 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. ગઈકાલે પોલીસે દેશી વિદેશી દારૂ પીવાના તેમજ કબ્જાના કુલ 26 કેસ કર્યા હતા.