ગુજરાતી વિષયની 12010 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, એકપણ કોપી કેસ નહિ મોરબી : મોરબી જિલ્લામાં આજથી કારકિર્દી માટે મહત્વની ગણાતી ધો 10ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ધો.10નું પ્રથમ પેપર આપવા આવેલા વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને મો મીઠા કરીને પરીક્ષા સ્થળોએ અધિકારીઓ સહિતનાએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આજે મોરબી જિલ્લામાં ધો.10ની પરીક્ષાના પ્રથમ પેપરમાં 206 વિધાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.જો કે,આજે એક પણ કોપી કેસ નોંધાયો નથી. મોરબી જિલ્લામાં આજથી બોર્ડની પરીક્ષા શરૂ થવાની સાથે ધો.10માં 10 પરીક્ષા કેન્દ્રોની 46 બિલ્ડીંગમાં 13947 વિદ્યાર્થીઓ અને ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 3 કેન્દ્રોની 8 બિલ્ડીંગમાં 1731 વિદ્યાર્થીઓ અને ધો.12 સામાન્ય પ્રવાહમાં 5 કેન્દ્રોની 28 બિલ્ડીંગમાં 7909 વિદ્યાર્થીઓ મળી કુલ ધો.10, 12માં 23587 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા સજ્જ બન્યા હતા. આજે ધો.10માં ગુજરાતી, સંસ્કૃત અને અંગ્રેજી વિષયની પરીક્ષા લેવાય હતી. જેમાં ગુજરાતી વિષયમાં 12010 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 204 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. જ્યારે અંગ્રેજી વિષયમાં 347 વિદ્યાર્થીઓ હાજર અને 1 વિદ્યાર્થી ગેરહાજર તેમજ સંસ્કૃત વિષયમાં 10 વિદ્યાર્થીઓ હાજર અને 1 વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હતો.