5 તાલુકાના મથકોમાં 101 કેસ તો સામે ગ્રામ્ય વિસ્તારમાં 105 કેસ મોરબી તાલુકામાં જિલ્લાના 75 ટકા કેસ : જિલ્લામાંથી 80 દર્દીઓ થયા રિકવર મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. આજે જિલ્લામાં કોરોનાના નવા 206 કેસ નોંધાયા છે. જો કે તેમાં એકલા મોરબી તાલુકાના જ 75 ટકા કેસ છે. મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 1760 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 206 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સામે 80 લોકો સાજા પણ થયા છે. સંક્રમણના ફેલાવામાં ગ્રામ્ય વિસ્તારે શહેરોની સાઈડ કાપી છે. 5 તાલુકા મથકોમાં 101 કેસ નોંધાયા છે. તો સામે ગ્રામ્યમાં 105 કેસ નોંધાયા છે. બીજી તરફ જિલ્લામાં હાલ એક્ટિવ કેસનો આંક 1173 થયો છે. 20 જાન્યુઆરી, ગુરૂવારે મોરબી જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત મોરબી ગ્રામ્ય : 59 મોરબી શહેર : 97 વાંકાનેર ગ્રામ્ય : 09 વાંકાનેર શહેર : 04 હળવદ ગ્રામ્ય : 12 હળવદ શહેર : 00 ટંકારા ગ્રામ્ય : 18 ટંકારા શહેર : 00 માળિયા ગ્રામ્ય : 07 માળિયા શહેર : 00 કુલ : 206 20 જાન્યુઆરી, ગુરૂવારે રિકવર થયેલા કેસની વિગત મોરબી તાલુકા : 67 વાંકાનેર તાલુકા : 03 હળવદ તાલુકા : 03 ટંકારા તાલુકા : 07 માળિયા તાલુકા : 00 કુલ ડિસ્ચાર્જ : 80