મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ આજે 11 એપ્રિલ ને શુક્રવારના રોજ ઘઉં, કપાસ, તલ, મગફળી, જીરું, સુવાદાણા, મેથી, તુવેર, ચણા, એરંડા, રાય અને રાયડો તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. મોરબી યાર્ડમાં આજે 4051 ક્વિન્ટલ એટલે કે 20255 મણ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ આજે 576 રૂપિયા સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 575 ક્વિન્ટલ જીરુંની આવક થઈ છે. જીરુંના સૌથી ઉંચા ભાવ 4700 રૂપિયા સુધી બોલાયા છે. કપાસના ઉંચા ભાવ 1400 બોલાયા છે. તલના 1850, જીણી મગફળીના પ્રતિમણ 1050, સુવાદાણાના 1881, મેથીના 962, તુવેરના 1346, ચણાના 1076, એરંડાના 1200, રાયના 1200 અને રાયડાના 1062 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 700 રૂપિયા, રીંગણાના 400 રૂપિયા, કારેલાના 800 રૂપિયા, ગુવારના 1500 રૂપિયા, ભીંડાના 800 રૂપિયા, ટામેટાના 200 રૂપિયા, કોબીજના 120 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 3400 રૂપિયા, દુધીના 300 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.