મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 3 ઓક્ટોબર ને શુક્રવારના રોજ કપાસ, ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, અડદ અને ચણા ઉપરાંત લીલા મરચાં, રીંગણાં, કારેલાં, ગુવાર, ભીંડો, ટામેટાં, કોબીજ, કાકડી, લીંબુ, દૂધી અને સુક્કી ડુંગળી સહિતની શાકભાજીની પણ આવક થઈ હતી. આજે 200 ક્વિન્ટલ કપાસની આવક થઈ છે અને કપાસના સૌથી ઉંચા ભાવ 1500 રૂપિયા પ્રતિ મણ સુધી બોલાયા છે. 138 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી અને ઘઉંના સૌથી ઊંચા ભાવ 549 રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા.આ ઉપરાંત 58 ક્વિન્ટલ તલની આવક થઈ છે અને તલના ઊંચા ભાવ 1780 રૂપિયા સુધી બોલાયા હતા. તો જીરુંના 3423, બાજરાના 38, અડદના 1275 અને ચણાના 1131 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 700 રૂપિયા, રીંગણાના 400 રૂપિયા, કારેલાના 500 રૂપિયા, ગુવારના 1300 રૂપિયા, ભીંડાના 400 રૂપિયા, ટામેટાના 560 રૂપિયા, કોબીજના 240 રૂપિયા, કાકડીના 500 રૂપિયા, લીંબુના 800 રૂપિયા, દુધીના 400 રૂપિયા અને સુક્કી ડુંગળીના 260 રૂપિયા ભાવ બોલાયા છે.