80 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ મોકલાયા મોરબી: સમગ્ર ગુજરાતની નંબર 1 આંખની હોસ્પિટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહિનાની 4 તારીખે શહેરના જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ ખાતે યોજવામાં આવે છે. જેના ભાગરૂપે તા. 4-6-2026, ગુરુવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન વિનામૂલ્યે કેમ્પ યોજાયો હતો. પ્રવર્તમાન માસનો આ કેમ્પ સ્વ. પ્રભુદાસભાઈ નરશીભાઈ ખખ્ખર (હ. પ્રવિણભાઈ, સંજયભાઈ તથા નિલેશભાઈ) પરિવારના સહયોગથી યોજવામાં આવ્યો હતો.આજના આ કેમ્પમાં 200 દર્દીઓએ લાભ લીધો હતો અને 80 લોકોને નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા. રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના ડો. બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો. કાનજીભાઈ, ડો. સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ અને નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવ્યું હતું. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા સંસ્થા દ્વારા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે.અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી જલારામ ધામ ખાતે ગત 56 માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પમાં કુલ 15744 લોકોએ લાભ લીધેલ છે તેમજ કુલ 7238 લોકોના વિનામૂલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામાં આવેલ છે.આ કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, હસુભાઈ પુજારા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ, અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, હીતેશ જાની, જીજ્ઞેશભાઈ પોપટ, નરેન્દ્રભાઈ રાચ્છ, જયંતભાઈ રાઘુરા, સંજય હીરાણી, રમણીકલાલ ચંડીભમર, સી.ડી. રામાવત, નીરવભાઈ હાલાણી, પારસભાઈ ચગ, કીશોરભાઈ ચંડીભમર, કૌશલભાઈ જાની, મુકુંદભાઈ મીરાણી, નરેન્દ્રભાઈ પાઉ, કીશોરભાઈ ઘેલાણી, અશોકભાઈ જોશી, દીનેશભાઈ સોલંકી, નરશીભાઈ રાઠોડ તથા જલારામ સેવા મંડળ, જલારામ ધામ મહીલા મંડળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. કેમ્પ દર મહિનાની 4 તારીખે યોજાય છેનોંધ: કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યકતા નથી. કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધાર કાર્ડ સાથે રાખવું અનિવાર્ય છે.વધુ માહિતી માટે સંપર્ક:ગીરીશભાઈ ઘેલાણી - 9825082468નિર્મિતભાઈ કક્કડ - 9998880588હરીશભાઈ રાજા - 9879218415અનિલભાઈ સોમૈયા - 8511060066#Morbi #MorbiUpdate #JalaramDhamMorbi #EyeCamp #FreeEyeCheckup #Healthcare #SocialWork #Gujarat #MorbiNews