મોરબી : મોરબીના લખધીરપુર રોડ પર શક્તિ ચેમ્બર પાસે રહેતા એક આશાસ્પદ યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર પ્રિન્સભાઇ સાગરભાઇ નાકીયા (ઉ.વ. ૨૦) નામના યુવાને ગત તા. ૧૮/૦૩/૨૦૨૬ ના રોજ રાત્રિના સવા નવ વાગ્યા પહેલા કોઈપણ સમયે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ લીધો હતો. મૃત હાલતમાં યુવાનને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ. અર્થે લાવવામાં આવતા ફરજ પરના ડોક્ટર એચ.એમ.કૈલા દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસને ટેલીફોનથી જાણ કરવામાં આવી હતી. આ મામલે એમ.આર.ચૌહાણ પો. હેડ કોન્સે અકસ્માતે મોતની નોંધ કરી યુવાને કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગેની તપાસ હાથ ધરી છે.#Morbi #MorbiUpdate #Suicide #MorbiPolice #YouthDeath