મોરબી : ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત એપ્રિલ માસમાં પાંચમા ધોરણના વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રેસ ટેસ્ટ લેવામાં આવી હતી. જેમાં મોરબીની કપોરીવાડી પ્રાથમિક શાળાના ધોરણ પાંચમાના વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. જે પૈકી 20 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ મેરિટમાં સ્થાન પ્રાપ્ત કર્યુ છે.આટલી મોટી સંખ્યામા વિદ્યાર્થીઓનો ઉત્કૃષ્ટ દેખાવ બદલ શાળાના આચાર્ય, તથા શિક્ષક ગણે અભિનંદન પાઠવ્યા હતા તેમજ વિધાર્થીઓના વાલીઓ એ શાળા પરીવારનો આભાર વ્યક્ત કર્યો હતો.