મોરબી : મોરબી શહેરના ઇન્દિરાનગર વિસ્તારમાં એલસીબી ટીમે બાતમીને આધારે આરોપી યુસુફ ઇકબાલભાઈ મોવરના રહેણાંક મકાનમાં દરોડો પાડતા ગ્રીન લબેલ બ્રાન્ડ વિદેશી દારૂની 375 મીલી માપની 20 અડધિયા બોટલ કિંમત રૂપિયા 4800 મળી આવી હતી. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા મોરબી એલસીબી ટીમે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.