મોરબી : મોરબી તાલુકાની લખધીરનગર પ્રાથમિક શાળાના કુલ 26 વિદ્યાર્થીઓમાંથી 20 બાળકો કામચલાઉ મેરિટ યાદીમાં પસંદગી પામ્યા છે. નોંધનીય છે કે, ધોરણ 5માં અભ્યાસ કરતા બાળકો માટે રાજ્ય સરકાર CET પરીક્ષાનું આયોજન કરે છે, આ પરીક્ષામાં મેરિટમાં સ્થાન મેળવનાર બાળકોને ધો. 12 સુધી રાજ્ય સરકાર દર વર્ષે 5,000 શિષ્યવૃતિ આપે છે અને રેસિડેન્શિયલ સ્કૂલમાં નિઃશુલ્ક અભ્યાસ કરવા માટેનો પણ વિકલ્પ આપે છે.