મોરબી : મોરબીના કુબેરનગર વિસ્તારમાં સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે આરોપી અશ્વિનભાઈ ઉર્ફે અરવિંદભાઈ રામભાઈ ચાવડા, મૂળ રહે.નાની બરાર વાળાના રહેણાંક મકાનમાં દરોડો પાડી રોયલ ચેલેન્જ તેમજ એન્ટીકવિટી બ્લ્યુ બ્રાન્ડ વિદેશી દારૂની કુલ 20 બોટલ કિંમત રૂપિયા 13,040નો મુદ્દામાલ ઝડપી લીધી હતી. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.