મોરબી : માળીયા - કચ્છ હાઇવે ઉપર સીએનજી પંપ નજીકથી જીવદયા પ્રેમીઓએ માળીયા મિયાણા પોલીસને સાથે રાખી જી.જે-૧૦-ટી.એકસ-૮૭૮૧ નંબરની ગાડીમાં ક્રૂરતા પૂર્વક બાંધીને લઈ જવાતા 20 પાડાના જીવ બચાવી લીધા હતા. જો કે, વાહન ચાલક ગાડી રેઢી મૂકી નાસી જતા પોલીસે વાહન નંબરને આધારે આરોપી વિરુદ્ધ ગુજરાત પશુ ક્રુરતા અધિનીયમ ૧૯૬૦ ની કલમ ૧૧(૧),ડી,ઈ,એફ,એચ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.