સીટી એ અને બી ડિવિઝન પોલીસે એક-એક આરોપીને પકડ્યા મોરબી : મોરબી શહેર પોલીસે જુગારના અલગ અલગ બે દરોડામાં જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા 2 ઈસમોને પોલીસે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શહેરના ઘંટીઆપા શેરીના નાકા પાસેથી આરોપી દિનેશભાઇ ચત્રભુજભાઇ કારીયાને જાહેરમાં વરલીના આંકડા લખતા ઝડપી લઇ રોકડા રૂપિયા 7 હજાર કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી. સાથે જ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે શહેરના મહારાણા પ્રતાપ સર્કલ નજીક જાહેરમાં વરલી મટકાના આંકડા લખતા આરોપી સંજયભાઇ મનુભાઇ ગંડીયાને ઝડપી લઈ રોકડા રૂપિયા 2150 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.