ટંકારા : ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અંતર્ગત આયોજિત ઇન્સ્પાયર એવોર્ડ 2024-25માં શ્રી બહુચર વિદ્યાલય મીતાણા શાળાના વિદ્યાર્થી બાંભવા વનરાજ જીતેન્દ્રભાઈ અને જમરા હેમરાજ રાજુભાઈએ ફૂટ પેડલ વોશિંગ મશીન અને સીડ એન્ડ ફર્ટિલાઈઝર સકેટરર જેવા ઇનોવેટીવ આઈડિયા રજૂ કર્યા હતા. આ બંને આઈડિયાની ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અંતર્ગત આયોજિત ઇન્સ્પાયર એવોર્ડ 2024-25માં આ બે કૃતિને પસંદ કરવામાં આવી છે. બંને વિદ્યાર્થીઓને કૃતિ માટે જરૂરી માર્ગદર્શન શાળાના આચાર્ય પ્રવિણચંદ્ર બી. વાટકીયાએ આપ્યું હતું. શ્રી બહુચર વિદ્યાલય મીતાણાની આ બે કૃતિ પસંદ થતા સમગ્ર સ્ટાફ ગણેશભાઈ દેવડા રમેશભાઈ ઢેઢી, શાળાના આચાર્ય પ્રવિણચંદ્ર બી. વાટકીયા તથા ટ્રસ્ટી ભગવાનજીભાઈ ઢેઢી તથા પ્રમુખ નરશીભાઈ મેરાએ અભિનંદન પાઠવ્યા છે.