મોરબી : પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવેલા વાપીમાં રોડ અન્ડર બ્રિજ બનાવવા માટે બગવાડા-વાપી સેક્શનમાં બ્લોક લેવામાં આવશે. આ બ્લોકના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે ટ્રેનોને અસર થશે. જેમાં 14 જાન્યુઆરી, 2025ના રોજ પોરબંદરથી દોડતી ટ્રેન નંબર 20968 પોરબંદર-સિકંદરાબાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ 2 કલાક 10 મિનિટ રીશેડ્યુલ કરવામાં આવશે. જયારે 13 જાન્યુઆરી, 2025ના રોજ પોરબંદરથી દોડતી ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 1 કલાક 40 મિનિટ રીશેડ્યુલ કરવામાં આવશે.રેલ્વે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.