મોરબી : મોરબી તાલુકાના જસમતગઢ પ્રાથમિક શાળાના 2 વિદ્યાર્થીઓએ સરકાર દ્વારા દર વર્ષે યોજાતી CET પરીક્ષામાં મેરિટમાં સ્થાન મેળવ્યું છે.જસમતગઢ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5માં માત્ર એક જ શિક્ષક હોવા છતા છેલ્લા બે વર્ષથી આ શાળામાંથી દર વર્ષે CET ની પરીક્ષામાં વિધાર્થીઓ મેરિટમાં સ્થાન મેળવીને ગૌરવ વધારે છે. ત્યારે આ સિદ્ધિ બદલ આ શાળાના શિક્ષિકા પટેલ સુશીલાબેન પટેલ અને વિધાર્થીઓને સૌ કોઈ અભિનંદન પાઠવી રહ્યા છે.