લિવ રિઝર્વ પીઆઈ રાકેશ પટેલને માળીયા મુકાયા, પીઆઈ કે.કે. દરબાર લિવ રિઝર્વમાંમોરબી : મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલ દ્વારા પોલીસ બેડામાં ફેરફાર કરવામાં આવ્યો છે. જિલ્લામાં 2 પોલીસ ઇન્સ્પેક્ટર (પીઆઈ) ની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. જેમાં લિવ રિઝર્વ પીઆઈ રાકેશ પટેલને માળીયા પોલીસ સ્ટેશનની જવાબદારી સોંપીને ત્યાં મુકવામાં આવ્યા છે, જ્યારે માળીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ કે.કે. દરબારને લિવ રિઝર્વમાં મુકાયા છે.#Morbi #MorbiUpdate #MorbiPolice #PoliceTransfer #Maliya #GujaratPolice