પોલીસે રોકડ અને 2 મોબાઈલ મળી કુલ રૂપિયા 23400 નો મુદ્દામાલ જપ્ત કર્યોમોરબી અપડેટ : ટંકારા તાલુકાના જોધપર (ઝાલા) ગામે જાહેરમાં જુગાર રમતા 2 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય 2 શખ્સો પોલીસને જોઈને નાસી છૂટવામાં સફળ રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા પોલીસ સ્ટેશનના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ બીપીનભાઇ અમરશીભાઇ શેરસીયા અને અન્ય પોલીસ કર્મીઓ ગત મોડી રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન રાત્રિના આશરે 02:00 વાગ્યે ચોકમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે કેટલાક શખ્સો તીન પત્તીનો જુગાર રમતા હોવાનું ધ્યાને આવતા પોલીસે દરોડો પાડ્યો હતો.પોલીસની રેડ દરમિયાન જગદીશભાઈ ભરતભાઇ છીપરીયા (ઉંમર આશરે 20) અને કિશનકુમાર વિનોદભાઇ સારેસા (ઉંમર આશરે 25) ને પોલીસે કોર્ડન કરીને ઘટનાસ્થળે જ ઝડપી લીધા હતા, જ્યારે શક્તીસિંહ હરદેવસિંહ ઝાલા અને આકાશભાઇ રમેશભાઇ છીપરીયા પોલીસની રેડ જોઈને ફરાર થઈ ગયા હતા. પોલીસે પકડાયેલા બંને આરોપીઓ પાસેથી અને જુગારના દાવ પરથી કુલ રોકડ રૂપિયા 10400 જપ્ત કર્યા છે. આ ઉપરાંત જુગારના પટમાંથી રૂપિયા 3000 ની કિંમતનો એક રીઅલમી કંપનીનો મોબાઈલ અને રૂપિયા 10000 ની કિંમતનો એક સેમસંગ કંપનીનો મોબાઈલ મળીને કુલ રૂપિયા 13000 ના બે મોબાઈલ ફોન કબ્જે કર્યા છે. આમ, પોલીસે ગંજીપત્તાના 52 પાના, રોકડ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 23400 નો મુદ્દામાલ જપ્ત કરી ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.#MorbiUpdate #Tankara #MorbiPolice #JodhparZala #CrimeNews #GamblingRaid