મોરબી : માળિયાના હરિપર પાસે આજે વહેલી સવારે છોટા હાથી અને લકઝરી બસ વચ્ચે અકસ્માત થયો જેમાં છોટા હાથીમાં સવાર 10 લોકોને ઇજા પહોંચી હતી જેમાંથી સારવાર દરમ્યાન 4 લોકોના મોત થયા હતા. વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે જેતપુર તાલુકાના પીઠડીયા ગામના છોટા હાથીમાં સવાર મુસાફરો કચ્છમાં માતાના અને મોગલધામ દર્શન કરવા માટે જતા હતા ત્યારે આજે સવારે 6 વાગ્યે માળિયાના હરીપર પાસે ખાનગી બસ સાથે અકસ્માત થયો હતો. જેમાં કુલ 4 લોકોના મૃત્યુ નિપજયા છે. અને છ લોકોને ઇજા પોહચી હતી. મૃતકોના નામ (૧) ચંદાબેન વિપુલભાઇ ગોડલીયા ઉવ.૪૦(૨) નાથીબેન દેવરાજભાઇ પોકીયા ઉ.વ.૬૯ (૩) જીણીબેન છગતભાઇ ગોડલીયા ઉવ.૬૦(૪) છોટાહાથીના ડ્રાઇવર દિપકભાઇ મનુભાઇ ઝીઝુવાડીયા ઉવ.૩૫ ઇજાગ્રસ્તોના નામ (૧)વિપુલભાઇ ગીરધરભાઇ ગોડલીયા ઉવ.૪૦ (૨) ધીરૂભાઇ મુળજીભાઇ ગોડલીયા ઉવ.50 (૩) પ્રકાશભાઇ જયંતીભાઇ મજેઠીયા ઉવ.૪૮ (૪) માહિ વિપુલભાઇ ગોડલીયા ઉવ.૦૬ (૫) જૈવિનભાઇ વિપુલભાઇ ગોડલીયા ઉવ.૦૩ (૬) મિશ્રી ચેતનભાઇ ગોડલીયા ઉવ.૦૯ બધા રહે.પીઠળીયા તા. જેતપર જી. રાજકોટ