મોરબી : મોરબીમાં રોડ- રસ્તા ઉપર ખાડા અને ગંદકીના પ્રશ્નો હવે સામાન્ય બની ગયા છે. એવામાં નેશનલ હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ રોજિંદા બનવા લાગ્યા છે. આજે સાંજે નેશનલ હાઇવે પર જાંબુડીયાથી મોરબી સુધી 2 કિમિ લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. હાઇવે પર દરરોજ ટ્રાફિક જામની સ્થિતિથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે હવે તંત્ર આ પ્રશ્નનું નિરાકરણ લાવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.