હેઠવાસના ચેકડેમો ભરવા 15 MCFT પાણી છોડાશે: નદીના પટમાં અવરજવર ન કરવા તંત્રની ચેતવણીટંકારા : મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નસીતપર ગામ પાસે આવેલ ડેમી-2 સિંચાઈ યોજનાના દરવાજા આગામી તારીખ 15/06/2026 ના રોજ સવારે 9 કલાકે ખોલવામાં આવનાર છે. ડેમના હેઠવાસમાં આવેલા ચેકડેમો ભરવા માટે કુલ 15 MCFT પાણી છોડવાની દરખાસ્તને મંજૂરી મળતા તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના પગલે નીચાણવાળા ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.ડેમી-2 સિંચાઈ યોજનાના સેક્સન ઓફિસર તરફથી મળતી માહિતી મુજબ, જળાશયનું હાલનું લેવલ 45.20 મીટર છે અને ડેમમાં ગ્રોસ જથ્થો 233.05 MCFT ઉપલબ્ધ છે. ડેમના હેઠવાસના ચેકડેમો ભરવા માટે પાણી છોડવાની દરખાસ્ત સક્ષમ કક્ષાએ સાદર કરવામાં આવી હતી, જેને ગુજરાત સરકારના ન.જ.સં.પા.પુ. અને ક. વિભાગ, સચિવાલય ગાંધીનગર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.તારીખ 15/06/2026 ના રોજ સવારે 9 કલાકે ડેમી-2 ડેમના 2 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવશે, જેમાંથી 1101 ક્યુસેક પ્રવાહ (ડિસ્ચાર્જ) છોડવામાં આવશે. ડેમમાંથી પાણી છોડવામાં આવનાર હોવાથી તેના હેઠવાસમાં આવતા ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા તાકીદ કરવામાં આવી છે.એલર્ટ કરાયેલા હેઠવાસના ગામોની યાદીટંકારા તાલુકાના નસીતપર, નાના રામપર અને મોટા રામપર, મોરબી તાલુકાના ચાંચાપર, ખાનપર અને કોયલી#Morbi #Tankara #Demi2Dam #DamAlert #WaterRelease #MorbiUpdate #NewsUpdate