3348 ક્યુસેક પાણીની આવક : નીચાણવાળા 21 ગામોને એલર્ટ જાહેર, નદીના પટમાં ન જવા અપીલમોરબી અપડેટ : મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલા મચ્છુ-3 સિંચાઇ યોજનામાં પાણીની આવક વધતા 2 દરવાજા 2 ફૂટ ખોલાયા છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી હોવાથી વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થઈ છે. તંત્ર દ્વારા મચ્છુ-3 ડેમમાંથી 3348 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને પગલે નીચાણવાળા વિસ્તારો અને નદીકાંઠાના ગામોને સાવચેત રહેવા તકેદારીનો સંદેશ આપવામાં આવ્યો છે.મોરબી અને માળિયાના 21 ગામોને સાવધ રહેવા સૂચનાસિંચાઈ વિભાગ દ્વારા મચ્છુ-3 ડેમના નીચાણવાસમાં આવતા મોરબી અને માળિયા (મીં) તાલુકાના કુલ 21 ગામોના લોકોને તકેદારીના પગલાં લેવા અને નદીના પટમાં અવરજવર ન કરવા કડક સૂચના આપવામાં આવી છે. જેમાં મોરબી તાલુકાના 13 ગામો ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ અને સોખડાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત માળિયા (મીં) તાલુકાના 8 ગામો દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વિરવદરકા, માળિયા (મીં), હરીપર અને ફતેપરને પણ એલર્ટ કરવામાં આવ્યા છે.તંત્ર દ્વારા એલર્ટ અને સાવચેતીની અપીલડેમમાં પાણીની સતત આવકને ધ્યાને રાખીને જીલ્લા કલેક્ટર, જીલ્લા પોલીસ અધિકારી (ગ્રામ્ય), અધિક્ષક ઈજનેર (રાજકોટ સિંચાઈ વર્તુળ), નાયબ કલેક્ટર, મામલતદાર તેમજ સંબંધિત અધિકારીઓને યોગ્ય કાર્યવાહી અને તકેદારીના પગલાં લેવા જાણ કરવામાં આવી છે. નદીના પટમાં પશુઓ કે વાહનો સાથે ન જવા અને નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.#MorbiUpdate #MorbiNews #Machchhu3Dam #MorbiAlert #MaliyaMiyana #RainUpdate #GujaratRain #DamAlert #Morbi