મોરબી : મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે એ 29 એપ્રિલ, 2022 થી આગળની સૂચના સુધી વાંકાનેર-મોરબી વચ્ચે દરરોજ 2 ડેમુ સ્પેશિયલ અનરિઝર્વ્ડ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએ અભિનવ જેફના જણાવ્યા અનુસાર, આ વિશેષ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. 1) ટ્રેન નંબર 09440 મોરબી-વાંકાનેર ડેમુ સ્પેશિયલ (દૈનિક) ટ્રેન નંબર 09440 મોરબી-વાંકાનેર સ્પેશિયલ મોરબીથી દરરોજ 20.20 કલાકે ઉપડશે અને તે જ દિવસે 21.05 કલાકે વાંકાનેર પહોંચશે. આ ટ્રેન નજરબાગ, રફાળેશ્વર અને મકનસર સ્ટેશન પર ઉભી રહેશે. 2) ટ્રેન નંબર 09561 વાંકાનેર-મોરબી ડેમુ સ્પેશિયલ (દૈનિક) ટ્રેન નંબર 09561 વાંકાનેર-મોરબી સ્પેશિયલ વાંકાનેરથી દરરોજ 22.10 કલાકે ઉપડશે અને તે જ દિવસે 22.55 કલાકે મોરબી પહોંચશે. આ ટ્રેન મકનસર, રફાળેશ્વર અને નજરબાગ સ્ટેશન પર ઉભી રહેશે.