મોરબી : હળવદ તાલુકાના ગોલાસણ ખાતે ચબુતરાના લાભાર્થે ગોલાસણ ડે ક્રિકેટ ટુર્નામેન્ટ - 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટ તા. 26-12-2025ને શુક્રવારથી શરૂ થશે. જેમાં ભાગ લેવા માટે ટીમ ફી રૂ. 3300 રાખેલ છે. વિજેતા ટીમને રૂ. 21,000 વિથ ટ્રોફી અને રનર્સઅપ ટીમને રૂ. 11,000 વિથ ટ્રોફી ઇનામ આપવામાં આવશે. આ ટુર્નામેન્ટ માટે કેટલાક નિયમો જાહેર કરાયા છે. જેમાં ટીમે સમયસર હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. ટીમ મોડી પડતા એક ઓવર કપાશે, એમ્પાયરનો નિર્ણય અંતિમ નિર્ણય રહેશે. જો એમ્પાયર મુંજવણમાં હોય તો મેનેજમેન્ટ ટિમ મદદ કરી શકે છે. ટુર્નામેન્ટ કમિટી પાસે નિયમો બદલવાનો અધિકાર છે, ઘણા ટુર્નામેન્ટમાં લેગ બીફોર વિકેટ લાગુ પડતું નથી, એક બોલર મહત્તમ 2 ઓફર ફેંકી શકે છે, શરૂઆતની ઓવરમાં ફિલ્ડિંગ પર પ્રતિબંધ હોય છે, નો બોલ/ વાઈડ : વધારાના રન ગણાય છે, કોઈ બોલ પિચની બહાર જાય તો dead બોલ, મેચ ટાઇ થાય તો સુપર ઓવર અથવા બોલ - આઉટ દ્વારા વિજેતા નક્કી થાય છે, દરેક ટુર્નામેન્ટના નિયમો અલગ હોય છે તેથી ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં આયોજકો દ્વારા આપવામાં આવેલા નિયમો વાંચવા જરૂરી છે. આ ટુર્નામેન્ટનું આયોજન વિજયભાઈ ઠાકોર મો. નં. 9099321812, નવઘણભાઈ ઠાકોર મો. નં. 9879785626, પ્રભુભાઈ ઠાકોર મો. નં. 6354688681, ભરતભાઈ ઠાકોર મો. નં. 8238220537, વિનોદભાઈ કે. રાઠોડ મો. નં. 9586259703, મુકેશભાઈ ઠાકોર મો. નં. 7698721239, ભવાન ભરવાડ મો. નં. 8758870795, હરપાલ ગઢવી મો. નં. 7567005698 દ્વારા કરવામાં આવ્યું છે.