મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગનો નિર્ણય: ટ્રેનમાં હવે 9 ના બદલે 11 જનરલ કોચ રહેશેમોરબી: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને વધારાની ભીડને પહોંચી વળવા માટે રાજકોટ-વેરાવળ લોકલ ટ્રેનમાં અસ્થાયી ધોરણે વધારાના કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ રૂટની બંને ટ્રેનોમાં 2 જનરલ કોચનો વધારો કરવામાં આવ્યો છે.વધારાના કોચની વિગતો:• ટ્રેન નંબર 59421 (રાજકોટ-વેરાવળ લોકલ): તારીખ 02/06/2026 થી 01/08/2026 સુધી 2 વધારાના જનરલ કોચ જોડવામાં આવશે. • ટ્રેન નંબર 59422 (વેરાવળ-રાજકોટ લોકલ): તારીખ 03/06/2026 થી 02/08/2026 સુધી 2 વધારાના જનરલ કોચ જોડવામાં આવશે.આ નવી વ્યવસ્થાના પરિણામે હવેથી આ ટ્રેનોમાં 9 જનરલ કોચના સ્થાને કુલ 11 જનરલ કોચની સુવિધા ઉપલબ્ધ રહેશે, જેનાથી મુસાફરોને વધુ સુવિધા અને મુસાફરી ક્ષમતા મળશે. વધુ માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.#Rajkot #Veraval #IndianRailways #WesternRailway #LocalTrain #GujaratNews #MorbiUpdate