મોરબી : વેરાવળથી મોરબી આવેલા મહિલા રાજકોટથી ઇકો કારમાં બેસી મોરબી આવી રહયા હતા ત્યારે પર્સમાંથી રૂપિયા 2.55 લાખના સોનાના દાગીના અને 3000 રૂપિયા રોકડા ચોરાઈ જતા આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી ઇકો કારના ચાલક તેમજ સહ મુસાફરો સહિતના ઓ ઉપર ચોરી કરવા અંગે શંકા વ્યક્ત કરી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ વિદ્યુતનગર ખાતે રહેતા તેજલબેન અમિતભાઇ વેલાણી વેરાવળથી રાજકોટ ટ્રેનમાં આવ્યા બાદ રાજકોટથી ઇકો કારમાં બેસી મોરબીમા લગ્નપ્રસંગમાં હાજરી આપવી હોય ત્રિમંદીરમા રોકાયા હતા. મોરબી ત્રિમંદીર પહોંચ્યા બાદ તેજલબેને સામાન ચેક કરતા સોનાની બુટી, પાટલા કિંમત રૂપિયા 2.55 લાખ તેમજ રોકડા રૂપિયા 3000 રાખેલું પર્સ ન મળી આવતા ઇકો કારના ચાલક, પેસેન્જર ભરનાર એજન્ટ તેમજ સાથે મુસાફરી કરતા ચાર મુસાફરો ઉપર શંકા વ્યક્ત કરી મોરબી તાલુકા પોલીસ મથકમાં ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.