તાત્કાલિક બાળકોનો પ્રવેશ કરાવવા અને વર્ગ વધારવાની માંગ : જિલ્લા શિક્ષણાધિકારીએ આપી ખાતરીમોરબી : માળિયા મિયાણા વિસ્તારમાં ધોરણ-9 માં પ્રવેશથી વંચિત રહી ગયેલા 19 વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને વાલીઓમાં ચિંતા ઊભી થઈ હતી. જેના પગલે માળિયા મિયાણા નગરપાલિકાના પ્રમુખ હારુનભાઈ સંધવાણી દ્વારા મોરબી જિલ્લા શિક્ષણ અધિકારીને રજુઆત કરવામાં આવી છે. આ રજૂઆતને પગલે શિક્ષણ વિભાગે હકારાત્મક અભિગમ દાખવીને તાત્કાલિક ધોરણે વર્ગ વધારો કરી આપવાની ખાતરી આપી છે.પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ માટે ઊભી થઈ હતી ગંભીર સમસ્યામાળિયા મિયાણા શહેરમાં આવેલી જોશી હાઈસ્કૂલ અને નજીકની મોટી બરાર મોડેલ સ્કૂલમાં ધોરણ-9 ના વર્ગોમાં વિદ્યાર્થીઓની સંખ્યા પહેલેથી જ મર્યાદા કરતા વધુ હોવાથી 19 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ મળી શક્યો ન હતો. આ પરિસ્થિતિના કારણે આ વિદ્યાર્થીઓ ડ્રોપઆઉટ બને અને તેમનું શિક્ષણ છૂટી જાય તેવી ગંભીર ભીતિ ઊભી થઈ હતી.નગરપાલિકા પ્રમુખની રજૂઆતને મળ્યો ત્વરિત પ્રતિસાદવિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને નગરપાલિકા પ્રમુખ હારુનભાઈ સંધવાણીએ વાલીઓ વતી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, મોરબી ખાતે લેખિતમાં ભારપૂર્વક રજૂઆત કરી હતી. પ્રમુખની આ રજૂઆતને ડી.ઈ.ઓ. કચેરી તરફથી હકારાત્મક અને ત્વરિત પ્રતિસાદ મળ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ વિદ્યાર્થીઓના હિતને સર્વોપરી ગણીને, જોશી હાઈસ્કૂલ અથવા મોટી બરાર મોડેલ સ્કૂલ ખાતે ધોરણ-9 માં વધારાનો વર્ગ મંજૂર કરી આપવા અને વિદ્યાર્થીઓને સત્વરે પ્રવેશ ફાળવવા માટે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. #Morbi #MorbiUpdate #MaliyaMiyana #Education #GujaratEducation #DEOMorbi #StudentsFuture #SchoolAdmission