બે ડ્રાઇવરોને સોંપાઈ કામગીરી : વધુ એક બસ દોડાવવાનું આયોજન મોરબી : મોરબીમાં ફસાયેલા હરિદ્વારના 19 શ્રમિકોને આજે એસટી બસ મારફતે પોતાના વતન જવા રવાના કરવામાં આવ્યા હતા. આ બસમાં બે ડ્રાઇવરોને ફરજ સોંપવામાં આવી હતી. જેમાં રાજકોટથી પણ શ્રમિકોને બેસાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. મોરબી જિલ્લામાંથી શ્રમિકોને પોતાના વતન મોકલવા માટે ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. આ દરમિયાન મોરબીમાં 19 જેટલા હરિદ્વારના શ્રમિકો ફસાયા હોય તેઓ માટે ખાસ એસટી બસ દોડાવવામાં આવી છે. આ બસને આજે લીલીઝંડી આપી રવાના કરવામાં આવી હતી. જેમાં બે ડ્રાઈવર એમ.આર. ડાંગર અને રાજેશ ચાવડાને ફરજ સોંપાઈ છે. આ બસમાં રાજકોટથી પણ હરિદ્વારના શ્રમિકોને લેવામાં આવ્યા હતા. એસટી તંત્રએ હજુ વધુ એક બસ હરિદ્વાર મોકલવાની તૈયારી હાથ ધરી છે.