પોલીસે 3 જગ્યાએ દરોડા પાડી રૂ.2.23 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યોમોરબી અપડેટ : હળવદ પોલીસે અલગ-અલગ ત્રણ સ્થળોએ બાતમીના આધારે રેડ કરી કુલ 19 શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા છે. આ ત્રણેય સ્થળોએથી 2.23 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.ચંદ્રગઢ (લીલાપર) ગામની સીમમાં 161500 ની મત્તા સાથે 6 પકડાયાહળવદ પોલીસ સ્ટાફે ચંદ્રગઢ (લીલાપર) ગામની સીમમાં વિષ્ણુ જેરામભાઈ હડીયલની વાડીએ જુગાર અંગે રેઇડ કરી હતી. ત્યાં જુગાર રમતા 6 શખ્સોને રોકડા રૂપિયા 161500 તથા ગંજી પત્તાના પાના નંગ 52 મળી કુલ 161500 ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે, જ્યારે વાડી માલિકને પકડવાનો બાકી છે. પકડાયેલ આરોપીઓમાં નાનજીભાઈ સુખાભાઈ હડીયલ, રમેશભાઈ જહાભાઈ ચાવડા, ચંદુભાઈ બેચરભાઈ તારબુંદિયા, તુલશીભાઈ ચતુરભાઈ સુરાણી, જગદીશભાઈ શંકરભાઈ સોનગ્રા અને શામજીભાઈ મોહનભાઈ લોદરીયાનો સમાવેશ થાય છે. જ્યારે વાડી માલિક વિષ્ણુભાઈ જેરામભાઈ હડીયલને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.રાણેકપર ગામની સીમમાં 37900 ના મુદ્દામાલ સાથે 6 આરોપીઓ ઝડપાયારાણેકપર ગામની પંચાસરી નામે ઓળખાતી સીમમાં જાહેરમાં જુગાર અંગે રેઇડ કરી પોલીસે 6 શખ્સોને રોકડ રકમ 37900 ના મુદામાલ સાથે પકડી પાડી જુગાર ધારા મુજબ ગુન્હો નોંધ્યો છે. આ રેડ દરમિયાન ઝડપાયેલા આરોપીઓમાં અજીતભાઈ સોમાભાઈ ગોહિલ, અરવિંદભાઈ ઘનશ્યામભાઈ ચાવડા, હિરજીભાઈ લક્ષ્મણભાઈ સરાવાડીયા, દયારામભાઈ ભીખાભાઈ ધારીયા પરમાર, અશોકભાઈ નાગજીભાઈ વઢરકીયા અને અમૃતભાઈ અવચરભાઈ ઓડીયાનો સમાવેશ થાય છે.રાયસંગપર ગામે જાહેરમાં જુગાર રમતા 7 શખ્સોની ધરપકડહળવદ પોલીસે રાયસંગપર ગામે જાહેરમાં જુગાર અંગે રેઇડ કરી 7 શખ્સોને રોકડ રકમ 23700 ના મુદામાલ સાથે પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓમાં રાજુભાઈ બીજલભાઈ ડાભી, ભરતભાઈ દેવજીભાઈ સોઢા, હરખાભાઈ થોભણભાઈ કણઝરીયા, નવઘણભાઈ બચુભાઈ ગેડાણી, વિઠ્ઠલભાઈ પ્રભુભાઈ ડાભી, રમેશભાઈ લાભુભાઈ ગેડાણી અને સુરેશભાઈ ગંગારામભાઈ સોઢાનો સમાવેશ થાય છે.#MorbiUpdate #MorbiNews #HalvadPolice #GujaratPolice #GamblingRaid #CrimeNews #Halvad #MorbiCrime