મોરબી : મોરબીમાં પતિ સાથે ઝઘડો થયા બાદ આપઘાત કરવા નીકળેલી મહિલાનું સફળ કાઉન્સિલિંગ કરીને 181ની ટીમે તેઓને સમજાવીને તેઓનો જીવ બચાવી પતિ સાથે સમાધાન કરાવ્યું હતું.તા.28ના રોજ એક સજ્જન વ્યક્તિ દ્વારા 181 માં ફોન આવેલ કે એક મહિલા અહીં રસ્તામાં ઉભા છે અને ઘરેથી નીકળી ગયેલ છે તેવું જણાવે છે આપઘાત કરવાનું જણાવતા હોય માટે મદદની જરૂર છે. ત્યારબાદ 181 ટીમના કાઉન્સેલર સેજલ પટેલ, કોન્સ્ટેબલ જયશ્રીબેન, પાયલોટ પ્રદીપભાઈ તે મહિલા સુધી પહોચ્યા હતા. ત્યારબાદ સૌ પ્રથમ મહિલાને સાંત્વના આપી સફળતાપૂર્વક કાઉન્સલિંગ કરતા તેમણે જણાવેલ કે તેમના આ બીજા લગ્નને એક વર્ષ થયેલ હોય તેમને હાલ ચાર મહિનાનો ગર્ભ છે. તેઓ તેમના પતિ સાથે અલગ રહેતા હોય તેમના પતિ તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાથી તેઓ ઘરેથી નીકળી ગયેલ હોય અને આપઘાતના વિચારો કરે છે.ત્યારબાદ 181 ટીમ દ્વારા મહિલાને આશ્વાસન આપવામાં આવેલ તેમજ આવી રીતે ક્યારેય પણ આપઘાત ન કરવા અને ઘરેથી ન નીકળવા માટે સલાહ સુચન સાથે કાયદાકીય માહિતી આપવામાં આવેલ હતી. ત્યારબાદ તેમના જણાવેલ સરનામે જઈ તેમના પતિનું કાઉન્સિલિંગ કરતા તેમના પતિએ જણાવેલ કે તેવો તેમના પત્ની ભેગા અલગ રહેતા હોય તેમના પિતાનું અવસાન થયું હોય તેમના માતા એકલા રહે છે. તેમના પત્ની તેમને તેમની માતા પાસે જવાની ના પાડતા હોય અને જાય તો તેમની જોડે ઝઘડો કરતા હોય આવી નાની નાની બાબતે કાયમ ઝઘડો કરતા હોય અને આપઘાત કરવાની ધમકી આપતા હતા. જેથી તેમની પત્નીને પણ સમજાવેલ કે હવે પછી તેઓ તેમના પતિને તેમની માતા પાસે જવાની ના નહીં પાડે અને તેમના પત્નીએ પણ જણાવેલ કે હવે પછી તેઓ તેમના પતિને તેમની માતા પાસે જવા દેશે. તેમજ આપઘાત કરવાનું ક્યારેય પણ વિચારશે નહીં ત્યારબાદ મહિલાને તેમના પતિને સોંપેલ હતી. ટીમ દ્વારા તેમના પતિને જણાવેલ કે હવે પછી તેમની પત્નીનું ધ્યાન રાખશે. જેથી હવે પછી આવી રીતે ઘરેથી ના નીકળે. મહિલાના પતિએ 181 અભયમ ટીમનો આભાર માન્યો હતો.