મોરબી: મોરબી શહેરના રતનપર રોડ પરથી એક જાગૃત નાગરિકનો 181 મા કોલ આવ્યો હતો અને જણાવ્યુ હતુ કે એક અજાણ્યા વૃદ્ધા મળી આવ્યા છે. અને ખૂબ ગભરાયેલી હાલતમાં છે. અને તેઓ કાઈ પણ બોલતા નથી. તેમને મદદની જરૂર છે.ત્યાર બાદ 181 ટીમના કાઉન્સિલર જાગૃતિબેન ભુવા અને પાયલોટ સનીભાઈ કાફિયા, કોન્સ્ટેબલ જયશ્રીબેન સ્થળ પર પહોંચી વૃદ્ધાની ઉંમર આશરે 65 વષૅ જણાવેલ કે તેઓ વહેલી સવારે ચોટીલા અને માટેલ જવા માટે ઘરેથી નીકળી ગયા હતા. પરંતુ ઉંમરના કારણે રસ્તે ભુલા પડેલા છે. તેમજ વૃદ્ધાએ જણાવેલ કે તેઓ બિહારથી આવેલા અને તેમના દીકરા સાથે કારખાનામાં રહેતા હોય પરંતુ માટેલ જવા માટે ઘરેથી નીકળી ગયા હતા. વૃદ્ધાની વાત સાંભળી તેમનુ સરનામું પુછતા બરાબર યાદ ન હોવાથી કેટલાક પ્રયત્નો બાદ વૃદ્ધાનો દિકરો સિરામિક કારખાનામાં કામ કરતો હોય તેવું જણાતા આજુબાજુના કારખાનામાં તપાસ કરતા તેમના દિકરાનો સંપકૅ થયેલ અને વૃદ્ધાને તેમના દિકરાને સોંપવામાં આવ્યા અને તેના દિકરાનું કાઉન્સિલીગ કરતા જાળવા મળ્યું હતું કે માજી ઘરેથી અવાર નવાર તેમની જાણ બહાર ઘરેથી નીકળી જાય છે અને તેમની માનસિક સ્થિતિ અસ્વસ્થ હોવાના કારણે રસ્તે ભુલાં પડે છે. 181 ની ટીમ દ્વારા માજીના દિકરાને તેમની સાર-સંભાળ રાખવા સૂચન કરેલ તેમજ માજીને પણ ઘરેથી વારંવાર કહ્યા વગર નીકળી ન જાય તે બાબતે પરામર્શ કરેલ. ૧૮૧ ટીમ દ્વારા વૃદ્ધાને તેમના દિકરા સુધી પહોચાડેલ. 181 અભયમ ટીમની આ સરાહનીય કામગીરી બદલ વૃદ્ધાના દીકરાએ ૧૮૧ અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.