ટીમ 181 દ્વારા અલગ-અલગ કારખાનામાં તપાસ કરી પતિને શોધી કાઢવામાં આવ્યો મોરબી : મોરબી હાઇવે ઉપર મૌસમ ખરાબ હોવા છતા મકનસર નજીક એક મહિલા બાળકો સાથે બેઠા હોવાનું અને મહિલા ખુબ જ અશક્ત હોવાનો જાગૃત નાગરિક દ્વારા કોલ આવતા ટીમ 181એ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૂળ બંગાળના વતની મહિલાનું કાઉન્સિલિંગ કરી તેમના પતિને શૉધી કાઢી પરિવારનું સુખદ મિલન કરાવ્યું હતું. મોરબી 181 હેલ્પલાઇન ટીમને મકનસર નજીક મહિલા બાળકો સાથે એકલા અટુલા બેઠા હોવાનો કોલ આવતા મહિલા હેલ્પલાઇન ટીમના કાઉન્સિલર ભારતીબેન પરમાર, મહિલા પોલીસ કોન્સ્ટેબલ રંજનબેન અને પાયલોટ દીપકભાઈ તુરંત ઘટના સ્થળે દોડી ગયા હતા. બાદમાં પિડિતાનું કાઉન્સેલીંગ કરતા પિડિતા પાસેથી જાણવા મળેલ કે તેઓ ૧૩ તારીખથી ચાર વર્ષ ની દિકરી અને દોઢ વર્ષના દીકરા સાથે ઘરેથી નિકળી ગયા છે.આ અંગે તેમના પતી કે પરિવારને આ અંગે જાણ પણ નથી કરી.પિડિતા બંગાળ રાજ્યના હોવાનું તેમને જણાવ્યું હતું. વધુમાં પિડિતાએ કાઉન્સિલિંગમાં જણાવ્યું હતું કે તે પોતાના પતી સામે જઈ શકતા નથી.તેઓના પતી અહિં જ મોરબીમાં ફેક્ટરીમાં કામ કરે છે.પીડિતાના કાઉન્સેલિંગ બાદ ઘટના સ્થળથી નજીક પડતી ફેકટરીની તપાસ કરતાં એકબીજાના સંપર્ક દ્વારા એક ફેકટરીના માલીક આવેલ અને જણાવેલ કે તેઓ પીડિતા તથા તેમના પતિને ઓળખે છે અને ત્યારબાદ પીડીતાના પતિને ફોન દ્વારા સંપર્ક કરી બોલાવી પીડિતાના પતિનુ પણ કાઉન્સેલીંગ કરી મહિલા શારીરીક રીતે ખુબ અશ્કત હોવાથી ઘરે લઈ જવા સમજાવેલ હતા. આમ, કાઉન્સેંલીગ દ્વારા પીડીતાના પતિ સમજી ગયે પોતાની પત્ની તથા બાળકોને રાજી ખુશીથી લઈ જવા સમજાવેલ અને હાલમાં પિડિતની શારીરીક હાલત ખરાબ હોવાથી ૧૦૮ દ્વારા મેડિકલ સહાય અપાવેલ અને પતિ પત્નીનુ સુખદ સમાધાન કરી પરિવાર સાથે મિલન કરાવેલ હતું.