પ્લાસ્ટિક સર્જન ડો.આશિષ હડીયલ દ્વારા જટિલ સર્જરી કરી રાજકોટના દર્દીને એકદમ સ્વસ્થ કરી દેવાયોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની આયુષ હોસ્પિટલમાં 18 વર્ષના દર્દીના હોઠમાં લોહીની ગાંઠની પ્લાસ્ટિક સર્જરી ડો. આશિષ હડિયલ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી છે. રાજકોટના 18 વર્ષના યુવાનને નીચેના હોઠના ભાગે લોહીની નળીની ગાંઠ (ARTERIO-VENOUS MALFORMATION) થયેલી હતી. ગાંઠના લીધે હોઠ બહુજ મોટો થઇ ગયો હતો. દેખાવમાં ખરાબ લાગતો હતો. જમવામાં પણ તકલીફ પડતી હતી. લોહીની નળીનીની ગાંઠ દબાવવામાં એકદમ નરમ હોઈ છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં લોહી ભરેલું હોવાથી જો કોઈ ઈજા થાય તો વધારે પ્રમાણ માં લોહી વહી જાય છે અને દર્દીની હાલત ગંભીર થઇ શકે છે. તેને કાઢવા માટેનું ઓપરેશન પણ બહુ જટિલ અને જોખમી હોય છે કારણ કે ખુબ જ લોહી વહી જવાનું જોખમ હોઈ છે. પ્લાસ્ટિક સર્જન ડૉ.આશિષ હડીયલ દ્વારા સફળતા પૂર્વક લોહીની ગાંઠને દુર કરવાનું ઓપરેશન કરી શ્રેષ્ઠ પરિણામ આપતા દર્દી એ આભાર વ્યક્ત કર્યો હતો.