ભુતકોટડા ગામે સરપંચ માટે કોઈએ દાવેદારી નોંધાવી ન હોય હવે ઉપસરપંચ વહિવટ ચલાવશે ટંકારા : ટંકારામાં ગત વર્ષના અંતે યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નવા ચુંટાયેલા સરપંચો આગામી 17 જાન્યુઆરીથી હોદો સંભાળશે અને રાબેતા મુજબ હોદ્દાની રૂએ પ્રથમ ઉપસરપંચ માટે ચુનાવ કરી નવી બોડી ગામનો વિકાસ વેગવંતો કરશે. આથી ઉપસરપંચ માટે ખૈચતાણ શરૂ થઈ ગયું છે. ટંકારા શહેરની વાત કરી તો અહી ઉપસરપંચ માટે ભારે રસાકસી જોવા મળે છે. કુલ અહી ૧૪ બેઠકો માથી સરપંચ તરફી પેનલને ૬ સભ્યો ચુટયા છે અને સામા પક્ષે ૭ સભ્યો ત્યારે ૧ અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા બાદ તેને એની તરફ લાવવા માટે ભારે સંઘર્ષ થઈ રહ્યો છે. જ્યારે ભુતકોટડા ગામે સરપંચ માટે કોઈએ દાવેદારી નોંધાવી ન હોય હવે ઉપસરપંચ વહિવટ ચલાવશે. ટંકારા ગ્રામ પંચાયત વૉર્ડ નંબર બેના અપક્ષ ઉમેદવાર નિર્મળાબેન હેમંતભાઈ ચાવડાએ કોઈપણ પેનલમાં જોડાયા વગર કુનેહ પુર્વક, અપસેટ સર્જી જીત તો મેળવી છે, પરંતુ બે બળિયા જુથ ઉપસરપંચ બનવાના ધમાસાણ યુદ્ધમાં એકમાત્ર અપક્ષ ઉમેદવાર નિર્ણાયક હોય ઉપસરપંચનુ સુકાન સંભાળવા બંને પક્ષ એડીચોટીનું જોર લગાવી અપક્ષ ઉમેદવારને સમજાવટનો દોર હવે વેગ પકડી રહ્યો છે. પરંતુ નવાઈની વાત એ છે કે, અપક્ષ ઉમેદવાર એકદમ અડગ રહી મગનું નામ મરી પાડતા ન હોય બન્ને પક્ષે ભારે ખેંચતાણ ચાલી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ટંકારાની મીટ અપક્ષ ઉમેદવાર પર મંડરાયેલી છે ત્યારે સમય સમયનું કામ કરશે પરંતુ હાલમાં ટંકારાના રાજકારણમાં કડકડતી ઠંડીમાં એકદમ ગરમાવો આવી ગયો છે અને સુત્રોના જણાવ્યા મુજબ આગામી સોમવારે નવાજૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..