મોરબી : મોરબીમાં દિવંગત ધવલભાઈ ખીમજીભાઈ રાંકજાની પ્રથમ પુણ્યતિથિ નિમિતે રાંકજા પરિવાર દ્વારા લાયન્સ ક્લબ મોરબી ઓફ નઝરબાગના સહયોગથી તા.17 જૂન ગુરુવારે સવારે 8થી1 દરમિયાન સંસ્કાર ઇમેજિંગ સેન્ટર જીઆઈડીસી મોરબી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યા લોકોએ ઉપસ્થિત રહીને દિવંગતની પ્રથમ પુણ્યતિથિએ રક્તદાન કરીને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવાની અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે મો.9825291313 અને 9898288777 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.