જૈન જાગૃતિ સેન્ટર દ્વારા સિલ્વર જ્યુબિલી વર્ષની ઉજવણીના ભાગરૂપે આ સેવાકાર્યનું આયોજન મોરબી : મોરબીની દશાશ્રીમાળી વણિક જ્ઞાતિની વાડીએ 17મીએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા સિલ્વર જ્યુબિલી વર્ષની ઉજવણીના ભાગરૂપે આ સેવાકાર્યનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીમાં જૈન જાગૃતિ સેન્ટર ને 25 વર્ષ પૂર્ણ થવા બદલ સિલ્વર જ્યુબેલીના અવસર પર સમસ્ત જૈન સમાજ માટે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથેસાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું છે. આ રક્તદાનનો આ સેવાકીય કાર્યક્રમ 17-10-2021, રવિવારના રોજ સવારે 8:30 કલાકે દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ, બેંક.ઓફ.બરોડા સામે, નવાડેલા રોડ ખાતે યોજાશે. આ સેવાકીય કાર્ય માટે સમગ્ર મોરબીમાંથી ઇચ્છુક રક્તદાતાઓ બહોળી સંખ્યામાં જોડાય એવી અપીલ જૈન જાગૃતિ સેન્ટરના દરેક સભ્યો દ્વારા કરવામાં આવેલ છે. મો.નં-9825259185 ઉપર રક્તદાનના આ સેવાકીય અભિયાનમાં નામ નોંધાવવા સંપર્ક કરી શકાશે.