મોરબી યાર્ડમાં લીંબુના ભાવ સળગ્યા, એક જ દિવસમાં પ્રતિ મણે 800 રૂપિયાનો વધારોમોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ આજે 5 એપ્રિલ ને શનિવારના રોજ ઘઉં, કપાસ, તલ, તુવેર, મગફળી, ધાણા, જીરું, સફેદ ચણા, મેથી, સોયાબીન, ચણા, એરંડા, કાળા તલ, રાય અને રાયડો તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. મોરબી યાર્ડમાં આજે 3467 ક્વિન્ટલ એટલે કે 17335 મણ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ આજે 577 રૂપિયા સુધી બોલાયા છે. લીંબુના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. ગઈકાલ કરતાં આજે લીંબુના ભાવમાં પ્રતિ મણે 800 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 145 ક્વિન્ટલ કપાસની આવક થઈ છે. કપાસના ઉંચા ભાવ 1415 બોલાયા છે. તલના 1856, તુવેરના 1348, જીણી મગફળીના પ્રતિમણ 973, જીરુંના 4580, સફેદ ચણાના 1891, મેથીના 933, સોયાબીનના 791, ચણાના 1108, એરંડાના 1202, કાળા તલના 4814, રાયના 1262 અને રાયડાના 1080 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 800 રૂપિયા, રીંગણાના 400 રૂપિયા, કારેલાના 800 રૂપિયા, ગુવારના 1500 રૂપિયા, ભીંડાના 800 રૂપિયા, ટામેટાના 200 રૂપિયા, કોબીજના 100 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 3400 રૂપિયા, દુધીના 300 રૂપિયા અને સુક્કી ડુંગળીના 320 રૂપિયા ભાવ બોલાયા છે.