જીરુંની આવકમાં વધારો નોંધાયોમોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ આજે 15 એપ્રિલ ને મંગળવારના રોજ ઘઉં, કપાસ, તલ, મગફળી, મેથી, જીરું, સફેદચણા, ધાણા, સુવાદાણા, ઈસબગુલ, ચણા, એરંડા, તુવેર, રાય અને રાયડો તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. મોરબી યાર્ડમાં આજે 3418 ક્વિન્ટલ એટલે કે 17090 મણ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ આજે 585 રૂપિયા સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 626 ક્વિન્ટલ જીરુંની આવક થઈ છે. જીરુંના સૌથી ઉંચા ભાવ 4900 રૂપિયા સુધી બોલાયા છે. કપાસના ઉંચા ભાવ 1450 બોલાયા છે. જીણી મગફળીના પ્રતિમણ 1166, મેથીના 1019, સફેદચણાના 1840, ધાણાના 1200, સુવાદાણાના 2097, ઈસબગુલના 2330, ચણાના 1080, એરંડાના 1178,તુવેરના 1270, રાયના 1264 અને રાયડાના 1054 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 500 રૂપિયા, રીંગણાના 300 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1400 રૂપિયા, ભીંડાના 700 રૂપિયા, ટામેટાના 200 રૂપિયા, કોબીજના 120 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 3400 રૂપિયા, દુધીના 300 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.