ફોર્મ પરત ખેંચવાની અને રદ થવાની પ્રક્રિયા બાદ હવે ઉમેદવારોની અંતિમ યાદી જાહેર : પાંચેય તાલુકા પંચાયતમાં જામશે ચૂંટણી જંગમોરબી : મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. મોરબી જિલ્લાની 5 તાલુકા પંચાયતોની ચૂંટણી માટે ફોર્મ ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ થતા હવે આખરી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. પાંચેય તાલુકા પંચાયતમાં આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે 17 ફોર્મ પરત ખેંચાયા હતા. જેથી હવે કુલ 287 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાશે.હળવદ તાલુકા પંચાયતહળવદમાં કુલ 20 વોર્ડ આવેલા છે. જેમાં કુલ 88 ફોર્મ ભરાયા હતા. જેમાંથી 27 ફોર્મ રદ થયા છે અને 0 ફોર્મ પરત ખેંચાયા છે. હવે મેદાનમાં 61 હરીફ ઉમેદવારો રહ્યા છે.બેઠક વાઇઝ ઉમેદવારો ● અજીતગઢ: 3● ચરાડવા: 3● ચુંપણી: 3● દિઘડીયા: 3● ઘનશ્યામપુર: 3● ઈશનપુર: 3● જુના દેવળીયા: 3● કડીયાણા: 3● કવાડિયા: 3● માલણીયાદ: 3● માથક: 3● મયુરનગર: 4● નવા દેવળીયા: 3● નવા ઘનશ્યામગઢ: 3● રણમલપુર: 3● રણછોડગઢ : 3● રાણેકપર : 3● રાતાભે: 3● સાપકડા: 3● ટીકર (રણ): 3માળિયા મિયાણા તાલુકા પંચાયત માળિયામાં કુલ 16 વોર્ડ છે. અહીં કુલ 76 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 25 ફોર્મ રદ થયા અને 5 ફોર્મ પરત ખેંચાયા છે. હવે 46 ઉમેદવારો વચ્ચે જંગ જામશે.● જુના ઘાંટીલા બેઠક પર અરવિંદભાઈ વાસુદેવભાઇ વિડજા, દિનેશભાઇ રમેશભાઈ વિડજા, નરેન્દ્રકુમાર નાથાલાલ વિડજા અને અન્ય એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું● નાની બરાર બેઠક પર કૈલાશ જાદવજીભાઈ સુરાણીએ ફોર્મ પરત ખેંચ્યું બેઠક વાઇઝ ઉમેદવારો● 1-બગસરા: 3● 2-ભાવપર: 2● 3-બોડકી: 2● 4-જૂના ઘાંટીલા: 4● 5-કાજરડા: 3● 6-ખાખરેચી: 2● 7-મેઘપર: 3● 8-મોટા દહીસરા - 1: 3● 9-મોટા દહીસરા - 2: 3● 10-નાની બરાર: 3● 11-નવાગામ: 3● 12-સરવડ: 2● 13-વાઘરવા: 4● 14-વવાણીયા: 2● 15-વેજલપર: 5● 16-વેણાસર: 2મોરબી તાલુકા પંચાયતમોરબી તાલુકા પંચાયતના 22 વોર્ડ માટે 83 ફોર્મ આવ્યા હતા. જેમાં 23 ફોર્મ રદ થયા છે અને 3 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. હવે 57 ઉમેદવારો ચૂંટણી લડશે.● જાંબુડિયા બેઠક પર કિશાનભાઈ બુટાભાઈ ગમારાએ ફોર્મ પરત ખેંચતા બેઠકના ભાજપના ઉમેદવાર સંદિપભા ભુપતભા ગુઢડા બિન હરીફ થયા ● પંચાસર બેઠક પર આપના વસંતભાઈ ગલાભાઇ ટુંડીયા એ ફોર્મ પરત ખેંચ્યું ● જુના નાગડાવાસ બેઠક પર એક ફોર્મ પરત ખેંચાયુબેઠક વાઇઝ ઉમેદવારો● આમરણ: 3● બગથળા: 3● બેલા(આ): 3● ગાળા: 4● ધૂનડા(સ): 2● ઘૂંટુ: 3● જાંબુડીયા: 1● જેતપર: 3● જુના નાગડાવાસ: 2● ખાખરાળા: 3● ખાનપર: 2● ખરેડા: 3● લાલપર: 2● લક્ષ્મીનગર: 3● મકનસર: 3● મોડપર: 3● નીચી માંડલ: 3● પંચાસર: 2● પાનેલી: 2● પીપળી: 3● રાજપર: 2● વનાળીયા: 2ટંકારા તાલુકા પંચાયતટંકારામાં 16 વોર્ડ માટે કુલ 65 ફોર્મ ભરાયા હતા. જેમાંથી 13 ફોર્મ રદ થયા અને 5 ફોર્મ પરત ખેંચાયા છે. અહીં હવે 47 ઉમેદવારો મેદાનમાં છે.● નાના ખીજડીયા બેઠક પર અપક્ષ ઉમેદવાર ધર્મરાજસિંહ બાલકૃષ્ણસિંહ જાડેજાએ ફોર્મ પરત ખેંચ્યું● બંગાવડી બેઠક પર કોંગ્રેસના ચેતનબેન અશ્વિનભાઈ કટારીયાએ ફોર્મ પરત ખેંચ્યું● રોહીશાળા બેઠક પર મીનાકુમારી ચમનભાઈ ચાવડા અને ક્રિષ્નાબા મહેન્દ્રસિંહ ઝાલાએ ફોર્મ પરત ખેંચ્યું● સરાયા બેઠક પર જોશનાબેન કરસનભાઈ ચૌહાણએ ફોર્મ પરત ખેંચ્યુંબેઠક વાઇઝ ઉમેદવારો● બંગાવડી: 2● છતર: 3● હડમતીયા: 3● હરબટીયાળી: 3● લજાઈ: 3● મીતાણા: 3● નાના ખીજડીયા: 3● નસીતપર: 3● નેકનામ: 4● નેસડા (ખા): 3● નેસડા (સુ): 3● ઓટાળા: 3● રોહીશાળા: 3● સરાયા: 3● ટોળ: 3● વીરપર: 2વાંકાનેર તાલુકા પંચાયતવાંકાનેર તાલુકા પંચાયતમાં સૌથી વધુ 24 વોર્ડ છે. અહીં 103 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 23 ફોર્મ રદ થયા અને 4 ફોર્મ પરત ખેંચાયા છે. હવે 76 ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે.● અરણીટીંબા, ગારીયા, હસનપર, ખખાણા બેઠકો પરથી એક-એક ફોર્મ પાછું ખેંચાયુંબેઠક વાઇઝ ઉમેદવારો● અરણીટીંબા: 3● ચંદ્રપુર: 2● ચિત્રાખડા: 4● ઢુંવા: 4● ગાંગીયાવદર: 3● ગારીયા: 4● હશનપર: 3● જેતપરડા: 4● કણકોટ: 3● ખખાણા: 3● કોઠી: 4● લુણસર: 3● મહીકા: 2● માટેલ: 5● મેસરીયા: 3● પંચાસર: 2● પંચાસીયા: 3● પીપળીયા રાજ: 2● રાજવડલા: 3● રાતડીયા: 3● રાતીદેવળી: 4● સરધારકા: 3● સિંધાવદર: 4● તિથવા: 2#Morbi #MorbiUpdate #Election2026 #TalukaPanchayat #Gujarat #MorbiNews #Voting #GujaratElection