ગણિતના પેપરમાં 1 અને સમાજશાસ્ત્રના પેપરમાં 16 પરીક્ષાર્થીઓ ગેરહાજરમોરબી : મોરબી જિલ્લામાં આજે તારીખ 5 માર્ચના રોજ ધોરણ 12 બોર્ડમાં વિજ્ઞાન પ્રવાહમાં ગણિતનુ પેપર લેવાયું હતું. જ્યારે સામાન્ય પ્રવાહમાં સમાજશાસ્ત્રમ અને સમાજશાસ્ત્રનું પેપર લેવાયું હતું જેમાં કુલ 17 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ગણિતના પેપરમાં ગુજરાતી માધ્યમાં કુલ 599માંથી 598 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા અને 1 પરીક્ષાર્થી ગેર હાજર રહ્યો હતો. જ્યારે અંગ્રેજી માધ્યમમાં તમામ 33 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. સમાજશાસ્ત્રમના પેપરમાં તમામ 9 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. સમાજશાસ્ત્રના પેપરમાં ગુજરાતી માધ્યમમાં 1558માંથી 1542 પરીક્ષાર્થીઓ હાજર અને 16 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.