મહોત્સવમાં એકત્ર થતા દાનમાંથી શિક્ષણ, સમાજવાડી અને આરોગ્ય ક્ષેત્રે લાખો રૂપિયાનું અનુદાન: અનાથ દીકરીઓના ભણતર માટે પણ મદદ મોરબી અપડેટ: મોરબીમાં યોજાતો ઉમિયા નવરાત્રિ મહોત્સવ માત્ર ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ પૂરતો સીમિત ન રહેતા સમાજલક્ષી અને સેવાકીય પ્રવૃત્તિઓનું એક મોટું માધ્યમ બની રહ્યો છે. મહોત્સવ દરમિયાન મળતી દાનની રકમમાંથી વિવિધ શૈક્ષણિક, સામાજિક અને સેવાકીય કાર્યોમાં મોટો આર્થિક સહયોગ આપવામાં આવે છે. ઉમિયા નવરાત્રિ મહોત્સવ દ્વારા કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ, મોરબી સંચાલિત ઉમા સંસ્કાર ધામ, લજાઈ ખાતે ભોજનાલયના મુખ્ય દાતા તરીકે 51 લાખ રૂપિયાનું માતબર અનુદાન આપવામાં આવ્યું છે. તેમજ અમદાવાદ ખાતે વિદ્યાર્થી ભવનની બીજી વિંગના મુખ્ય દાતા તરીકે પણ 51 લાખ રૂપિયાનું અનુદાન અર્પણ કરવામાં આવ્યું છે.પટેલ સમાજવાડીના નિર્માણ માટે કાયમી સહયોગઆ ઉપરાંત મોરબી જિલ્લાના કોઈપણ ગામમાં પટેલ સમાજવાડીના નિર્માણ માટે ઉમિયા નવરાત્રિ મહોત્સવ દ્વારા 1,11,111 રૂપિયાનું કાયમી અનુદાન આપવામાં આવે છે. ટંકારા પટેલ સમાજવાડીના નિર્માણ માટે પણ 11,11,111 રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું છે. આ સાથે મોરબી જિલ્લાના અનેક ગામોમાં પટેલ સમાજવાડી માટે સંસ્થા દ્વારા આર્થિક સહયોગ પૂરો પાડવામાં આવ્યો હોવાનું આયોજકોએ જણાવ્યું છે.અનાથ દીકરીઓના શિક્ષણ માટે મહાઆરતીની રકમનો ઉપયોગગત વર્ષની જેમ આ વર્ષે પણ ઉમિયા નવરાત્રિ મહોત્સવમાં આઠમના દિવસની મહાઆરતીના બોલમાંથી પ્રાપ્ત થનારી સમગ્ર રકમનો ઉપયોગ મોરબી જિલ્લાની અનાથ દીકરીઓના ભણતર માટે કરવામાં આવશે. નોંધનીય છે કે, ગત વર્ષે આઠમની મહાઆરતીમાંથી પ્રાપ્ત રકમમાંથી મોરબી જિલ્લાની 101 અનાથ દીકરીઓને ભણતર માટે પ્રત્યેકને 21,000 રૂપિયા લેખે કુલ 21,21,000 રૂપિયાની માતબર શૈક્ષણિક સહાય ચૂકવવામાં આવી હતી.કોરોનાકાળમાં પણ કરી હતી દર્દીઓની અવિરત સેવાઉમિયા નવરાત્રિ મહોત્સવ દ્વારા કોરોનાની મહામારી દરમિયાન પણ ઉમદા સેવાકીય કામગીરી કરવામાં આવી હતી. મોરબીમાં બે કોવિડ સેન્ટર શરૂ કરીને કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર અને સેવા કરવામાં આવી હતી. તેમજ દર્દીઓને વિનામૂલ્યે ટેસ્ટ કીટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ તમામ સેવાકીય પ્રવૃત્તિઓ નવરાત્રિ મહોત્સવ દરમિયાન મળતી દાનની રકમમાંથી જ કરવામાં આવે છે. આમ, નવરાત્રિના આયોજન સાથે સમાજના વિવિધ વર્ગોને શિક્ષણ, સામાજિક સુવિધા અને આરોગ્ય ક્ષેત્રે સહયોગ આપવાનો સરાહનીય પ્રયાસ થઈ રહ્યો છે.16મા વર્ષે 'માં ઉમાનું આંગણું' ખાતે ભવ્ય આયોજનઉમિયા નવરાત્રિ મહોત્સવ દ્વારા 15 વર્ષ પૂર્ણ કરીને આ વર્ષે 16મા વર્ષમાં ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મોરબીના લીલાપર કેનાલ રોડ ખાતે આવેલા રામકો રેસીડેન્સી ગ્રાઉન્ડ ખાતે ‘માં ઉમાનું આંગણું’ નામથી 11 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર દરમિયાન આ નવરાત્રિ મહોત્સવ યોજાશે. જેમાં જાણીતા કલાકારો ઋષભ અગ્રાવત, સાધના ગોસ્વામી, નારાયણ ઠાકર અને પૂનમ ગઢવી પોતાના સૂર અને સંગીતના તાલે ખેલૈયાઓને ગરબાની રમઝટ કરાવશે. આમ, આ મહોત્સવ ધાર્મિક આસ્થા, સાંસ્કૃતિક પરંપરા અને સેવાકીય પ્રવૃત્તિઓના અનોખા સંગમ સમાન બની રહ્યો છે.#Morbi #MorbiUpdate #UmiyaNavratriMahotsav #Navratri2026 #MorbiNews #SocialService #NavratriFestival #KadvaPatidar #Garba