મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 7 નવેમ્બર ને શુક્રવારના રોજ 3382 ક્વિન્ટલ એટલે કે 16910 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના સૌથી ઉંચા ભાવ 1560 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 200 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી. ઘઉંના સૌથી ઉંચા ભાવ 563 રૂપિયા બોલાયા છે. તો તલના 2161, મગફળીના 1230, જીરુંના 3750, ચોળીના 1100, અડદના 1295, ચણાના 1032, કાળા તલના 3050 અને સોયાબીનના 882 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 900, રીંગણાના 1100, કારેલાના 800, ગુવારના 1600, ભીંડાના 700, ટમેટાના 400, કોબીજના 240, કાકડીના 600, લીંબુના 700, દુધીના 500 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 320 સુધીના બોલાયા હતા.