મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 25 નવેમ્બર ને મંગળવારના રોજ 3295 ક્વિન્ટલ એટલે કે 16475 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના સૌથી ઉંચા ભાવ 1500 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 134 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી. ઘઉંના સૌથી ઉંચા ભાવ 559 રૂપિયા બોલાયા છે. તો તલના 2240, મગફળીના 1305, જીરુંના 3970, બાજરાના 348, રાયડાના 1303, મગના 1251, સોયાબીનના 884, અડદના 1190, ચણાના 1045, સીંગદાણાના 1230 અને કાળા તલના 5091 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 800, રીંગણાના 1000, કારેલાના 800, ગુવારના 1600, ભીંડાના 1000, ટમેટાના 900, કોબીજના 400, કાકડીના 700, લીંબુના 400, દુધીના 500 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 240 સુધીના બોલાયા હતા.