મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 6 ડિસેમ્બર ને શનિવારના રોજ 3260 ક્વિન્ટલ એટલે કે 16300 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના સૌથી ઉંચા ભાવ 1553 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 440 ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી. મગફળીના સૌથી ઉંચા ભાવ 1300 રૂપિયા બોલાયા છે. તો ઘઉંના 549, જીરુંના 3820, અડદના 1070, ચણાના 1000, સીંગદાણાના 1200 અને સોયાબીનના 877 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 900, રીંગણાના 1200, કારેલાના 800, ગુવારના 1600, ભીંડાના 1100, ટમેટાના 700, કોબીજના 300, કાકડીના 600, લીંબુના 400, દુધીના 440 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 260 સુધીના બોલાયા હતા.