મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એલસીબી ટીમે ઉંચી માંડલ ગામની સીમમાં વિડમાંથી આરોપી વાલજી શામજીભાઈ જંજવાડીયા રહે.ઇન્દિરાનગર વાળાના કબ્જા ભોગવટા વાળી જગ્યામાંથી દેશી દારૂની 800 કોથળી 160 લીટર જથ્થો કિંમત રૂપિયા 32 હજાર કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો.